
ઝારખંડમાં અમિત શાહની વિજય સંકલ્પ રેલી યોજાઇ
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ દેવઘરની મુલાકાતે પહોંચ્યા છે.ત્યારે તેઓ આવતીકાલે ફરી દિલ્હી પરત ફરશે.જેઓએ બાબા બૈદ્યનાથની પૂજા કરી દેવઘરમાં તેમના પ્રવાસની શરૂઆત કરી છે.ત્યારે આજે ઝારખંડમાં તેઓએ સભા સંબોધનની શરૂઆત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતું કે દેવઘરની આ ભૂમિ અને બાબાના ચરણોમાં હું આદરપૂર્વક પ્રણામ કરું છું.અહીંના દરેક પથ્થરમાં શંકરનો વાસ રહેલો છે.આ સિવાય અમિત શાહે કહ્યુ હતું કે ઇફ્કોએ વિશ્વમાં પ્રથમવાર લિક્વિડ નેનો યુરિયા બનાવીને ઘણું સારું કામ કર્યું છે.ત્યારે દેવઘરની આ પવિત્ર ભૂમિ પર બનેલી આ ફેક્ટરી સમગ્ર સંથાલ પરગણાનો વિકાસ સુનિશ્ચિત કરવા સક્ષમ છે.આમ કેન્દ્રીય ગૃહમંત્રીએ દેવઘરમાં આયોજિત વિજય સંકલ્પ રેલીમાં ઝારખંડ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.