
વર્તમાનમા બદરીનાથ,કેદારનાથ બાદ ગંગોત્રી-યમુનોત્રીનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ
વર્તમાન સમયમાં બદરીનાથ અને કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.જેમા રજિસ્ટ્રેશન વિના કોઈપણ તીર્થયાત્રીને ચાર ધામમા દર્શન કરવાની મંજૂરી નહીં મળે.જેમાં ઉત્તરાખંડ સરકાર તરફથી વોટસપ સહિત ચાર વિકલ્પોથી તીર્થયાત્રી ચારધામ જતા પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.બદરીનાથ ધામના કપાટ આગામી 27 એપ્રિલ જ્યારે કેદારનાથ ધામના કપાટ આગામી 25 એપ્રિલે ખૂલશે.જયારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે આગામી 22 એપ્રિલે ખુલશે.જેમાં યાત્રીઓ સહિત યાત્રીઓના વાહનોનું પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે.