
વર્તમાનમાં પુતિન પ્રથમવાર ન્યુક્લિયર સુટકેસ સાથે દેખાતા અટકળો જોવા મળી
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને વર્ષ પૂરુ થવાના આરે છે.ત્યારે ગયા વર્ષે ફેબુ્આરીના અંતિમ દિવસોમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો.ત્યારે આ હુમલાના વર્ષ પછી પણ રશિયાને સફળતા મળી શકી નથી.જેમાં રશિયાના રાષ્ટ્પતિ પુતિને ઘણીવાર પરમાણુ હુમલાની ચેતવણી આપી ચૂક્યા છે.ત્યારે આ ચેતવણી છતા યુક્રેન પાછું પડયું નથી.આ પહેલા પુતિન ભાગ્યે જ ન્યુક્લિયર સુટકેસ સાથે દેખાયા છે.પુતિન ન્યુક્લિયર બ્રીફકેસ સાથે નજરે આવ્યા છે.જેના પછી કેટલાય પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.આમ આ યુદ્ધ વચ્ચે પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી પણ આપી છે તેની સાથે યુક્રેન માટે પણ ખતરાની ઘંટી વાગવામાં આવી હોવાનું કહેવાઇ રહ્યું છે.જેમાં રાષ્ટ્રપતિ પુતિનના બે બોડીગાર્ડ બ્રીફકેસ સાથે નજરે આવ્યા હતા.જે બંને પુતિનની ઘણા નજીક ઊભા હતા.બેમાથી એકની પાસે ફોલ્ડઅપ શીલ્ડ હતી,જેથી ગોળીબારની કોઈપણ ઘટના થાય તો પુતિનને સલામત બચાવી શકાય.જ્યારે બીજી બ્રીફકેસમાં પરમાણુ હુમલો શરૂ કરવા માટેનું બટન હતુંસ્ટેલિનગ્રાડની લડાઈમાં હિટલર પર વિજય મેળવ્યાની 80મી વર્ષગાંઠ મનાવવા માટે પુતિન દક્ષિણી રશિયન શહેર વોલ્ગોગ્રાડમાં પહોંચ્યા હતા ત્યારે સ્નાઇપર્સ પણ રાષ્ટ્રપતિ પુતિનની સલામતી માટે હાજર હતા.આ ઉપરાંત સ્થાનિક ગવર્નર એન્ડ્રી બોચારોવને પણ પુતિનની જોડે આવતા પહેલા નવ દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી.