
એલ.એન.જીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો
વિશ્વમાં ક્રુડ તેલના ભાવમાં દબાણ છે.આ સાથે વૈશ્વિક એલ.એન.જીના ભાવમાં ઘટાડો થતા આગામી સમયમાં ભારતમાં ઘરેલુ ગેસ સસ્તો થઇ શકે છે.એલએનજીના ભારતમાં આયાતકારમાં ગેલ ઇન્ડીયા ઉપરાંત ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન,પેટ્રોનેટ એલએનજી તેમજ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન છે.આમ વર્તમાનમાં એલએનજીનો ભાવ 13 થી 14 ડોલર પ્રતિ મીલીયન મેટ્રીક બ્રિટીશ થર્મલ યુનિટનો ચાલી રહ્યો છે.ત્યારે આ ભાવ યથાવત રહેશે તેવું મનાઇ રહ્યુ છે. અથવા તો તેમાં થોડો ઘટાડો થશે.આ સિવાય એક વર્ષ અગાઉ આ ભાવ 30 થી 35 ડોલર પ્રતિ એમએમબીટીયુનો હતો.ગેલ ઇન્ડીયા કે જે ભારતભરમાં ગેસની પાઇપલાઇન મારફત ગેસ પૂરો પાડે છે તથા અન્ય કંપનીઓ આગામી સમયમાં ભાવ સ્થિર રહે તો ઘરઆંગણે ભાવ ઘટાડશે અને તેના કારણે ગેસ વિજમથકોને પણ ફાયદો થશે.