જમ્મુ-કાશ્મીરમાં મિનીબસ 400 ફૂટની ખીણમાં પડી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મોડીરાત્રે મિની બસ રસ્તા પરથી ઊંડી ખીણમાં ખાબકતા 5 વ્યક્તિઓના મોત થયા હતા.આ મૃતકોમાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા.આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા હતા.ત્યારે પોલીસે આ ઘટનાની માહિતી આપી છે જેમાં પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત બિલ્લાવરના સિલા ગામમાં મોડીરાત્રે થયો હતો.બસ ડ્રાઈવરે એક વળાંક પર કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં મિની બસ 400 ફૂટની ખીણમાં પડી ગઈ હતી.આ ઘટના અંગે સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર બસ મોંડલી ગામથી ધનુ પરોલ ગામ જઈ રહી હતી.ત્યારે આ ઘટનામાં એક 60 વર્ષીય મહિલા સહિત ચાર લોકોને ઘટનાસ્થળે મોત થયા હતા.આ ઉપરાંત અન્ય 15 ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં મોડીરાત સુધી બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું.જેમાં ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ મેડિકલ કોલેજ કઠુઆ રિફર કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.