
સંસદમાં વિપક્ષનો હોબાળો થતાં બંને ગૃહો સ્થગિત કરવામાં આવ્યા
વર્તમાન સમયમાં અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ સર્જાયેલા હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ શરૂ થતા સ્થગિત થઇ ગઈ હતી.જેમાં ગઈકાલે બંને ગૃહોમાં વિપક્ષે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગ અને વડાપ્રધાનના નિવેદન પર હોબાળો કર્યો હતો ત્યારે એવી અપેક્ષા છે કે વિરોધ પક્ષો મડાગાંઠનો અંત લાવી શકે છે અને આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી શકે છે.પરંતુ વર્તમાનમાં ભારે હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.જેમાં લોકસભા બાદ રાજ્યસભામાં પણ વિપક્ષના હંગામાને લીધે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.આમ અદાણી મુદ્દે કોંગ્રેસ સાંસદે કહ્યુ હતુ કે પ્રશ્ન આપણા નિયંત્રણ હેઠળના સંગઠનની વિશ્વસનીયતાનો છે તેથી મેં સેબીના અધ્યક્ષને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે હિંડનબર્ગે તેમના અહેવાલમાં જે આક્ષેપો કર્યા છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ પછી ભલે તે સાચા હોય કે ખોટા તપાસ તો જરૂરી છે.