
આવકવેરા વિભાગે કરદાતાઓને લઈ મોબાઈલ એપ લોન્ચ કરી
આવકવેરા વિભાગે કરદાતાઓ માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે.ત્યારે આ એપ દ્વારા કરદાતાઓ મોબાઈલ પર ટીડીએસ સહિત એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ જોઈ શકશે.જેમાં આવકવેરા વિભાગે જણાવ્યું હતુ કે તે કરદાતાઓને સ્ત્રોત પર કર કપાત સ્ત્રોત પર એકત્રિત કર,વર્ષમાં કમાયેલ વ્યાજ,ડિવિડન્ડ અને શેર ડીલ્સ,જીએસટી ડેટા, વિદેશી રેમિટન્સ સહિતના વિશે માહિતી પ્રદાન કરશેઆ સાથે આવકવેરા દાતાઓને તેના પર પોતાનો અભિપ્રાય આપવાનો વિકલ્પ પણ મળશે.આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ નવી મોબાઈલ એપ દ્વારા કરદાતાઓ વાર્ષિક માહિતી નિવેદન,કરદાતા માહિતી નિવેદનમાં ઉપલબ્ધ માહિતી જોઈ શકશે.