હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી 300થી વધુ રસ્તાઓ બંધ થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તારોમાં હિમવર્ષાનો સમય ચાલુ થયો છે.ત્યારે પહાડો પર હિમવર્ષાનો સમય શરૂ થવાની સાથે જ પર્યટક મોટી સંખ્યામાં હિમવર્ષાનો આનંદ લેવા પહોંચી રહ્યા છે.આ સાથે આફત પણ વધી છે.જેમાં રસ્તા પર ગાડીઓ ઓછી થઈ ગઈ છે અને પારો ગગડ્યો તો ઠંડક પણ વધી ગઈ છે.ત્યારે આગામી 26મી જાન્યુઆરી સુધી આ માહોલ જોવા મળશે.હિમાચલ પ્રદેશના ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે.જેમાં મનાલી,કુલ્લુ,રોહતાંગ અને અમુક વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ચૂક્યા છે.જેમાં સતત હિમવર્ષા બાદ લોકોની મુશ્કેલીઓ વધવા લાગી છે.જેમાં ઉચ્ચ વિસ્તારોના રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ છે.મનાલી અને તેની આસપાસના વિસ્તારોમાં તો ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે.જ્યાં ગાડીઓ,રસ્તાઓ અને ઘરની છત પર બરફની મોટી ચાદર પથરાઈ ચૂકી છે. ભારે હિમવર્ષાના કારણે અટલ ટનલને પણ બંધ કરી દેવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.