વર્તમાનમાં ઈજિપ્ત ગંભીર આર્થિક સંકટમાં જોવા મળ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્ય પૂર્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ઈજિપ્ત વર્તમાનમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.જેમાં લોકો સરળતાથી ખાવાપીવાની ખરીદી પણ કરી શકતા નથી અને પાયાની જરૂરિયાતો પર પણ ઘટાડો કરવાની ફરજ પડી છે.ત્યારે નોકરીયાત વર્ગનો પગાર પણ અડધો થઈ ગયો છે અને બેંકોએ ઉપાડ પર પણ પ્રતિબંધ મૂક્યો હોવાથી લોકો બેંકોમાં જમા કરેલા પોતાના પૈસા ઉપાડી નથી શકતા.દેશના ચલણ પાઉન્ડમાં ભારે અવમૂલ્યન થયું છે જેના કારણે ફુગાવો વધ્યો છે.ઓક્ટોબર 2022ના અંતથી ઈજિપ્તના ચલણનું લગભગ ત્રીજા ભાગનું અવમૂલ્યન થયું છે અને ફુગાવો વર્તમાનમાં 20 ટકાથી વધુ છે. જેમાં કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે પરિસ્થિતિ વધુ ખરાબ છે ત્યારે વર્તમાનમાં મોંઘવારી 101 ટકા સુધી રહી શકે છે.ઈજપ્તની સ્થિતિ માટે દેશની આતંરિક સમસ્યાઓ જવાબદાર છે.જેમાં રાજકીય અશાંતિ,ભ્રષ્ટાચાર અને સરકારી કુપ્રબંધન સામેલ છે.આ સાથે કોવિડ-19, રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદીએ સ્થિતિને વધુ ખરાબ કરવામાં ભૂમિકા ભજવી છે.આમ ઈજીપ્તની આવકમાં પર્યટનની આવક મોટી ભૂમિકા ભજવતી હતી,પરંતુ કોવિડ મહામારી દરમિયાન પ્રવાસીઓએ દેશમાં આવવાનું બંધ કરી દીધું હતું.ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધે ઈજિપ્તમાં અનાજની અછત સર્જી.વિશ્વનો સૌથી મોટો ઘઉંનો આયાતકાર ઈજિપ્ત રશિયા અને યુક્રેન પાસેથી જ ઘઉં ખરીદતો હતો પરંતુ યુદ્ધ ફાટી નીકળવાના કારણે ઘઉંની આયાત બંધ થઈ ગઈ હતી.ત્યારે વૈશ્વિક બજારમાં ઘઉંના વધતા ભાવે ઈજિપ્તની હાલત ખરાબ કરી દીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.