કોરોના બાદ નવા વાયરસનો ભારતમા પ્રવેશ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેરળમાં કોરોનાનો નવો વર્તમાનમાં નવો વેરીયંટ સામે આવતા તંત્ર સતર્ક બન્યું છે.જે વાયરસનું નામ નોરો વાયરસ છે.કેરળમાં તેના 2 કેસ સામે આવ્યા છે, ત્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે આ અંગે વધુ ચિંતા કરવાની જરૂર નથી,પરંતુ થોડી સાવધાની રાખવાની આવશ્ક્યતા છે. નોરો વાયરસની અસર બાળકોમાં વધુ જોવા મળે છે,ત્યારે કેરળમાંથી સામે આવેલા નોરો વાયરસના બન્ને દર્દીઓની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.ફ્લુના લક્ષણો ધરાવતા આ વાયરસ પેટના ફ્લુ તરીકે ઓળખાય છે,આ ઝડપથી ફેલાતો ચેપી વાયરસ છે.આ વાયરસની અસર સીધી પાચનતંત્ર પર પડે છે. આ ચેપ લાગવાનું મુખ્ય લક્ષણ ઝાડા અને ઉલટી છે.આ વાયરસ વાસી કે પડી રહેલા જુના ખોરાકને આરોગવાથી થતો રોગ છે.આ નોરો વાયરસના ઘણા પ્રકાર હોવાથી દરેક વ્યક્તિને ઘણી વખત નોરો વાયરસનું સંક્રમણ લાગી શકે છે.આમ જો તમે નોરો વાયરસ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા તો તમને તેનો ચેપ લાગી શકે છે.આ ઉપરાંત આ વાયરસથી વાસી કે પડી રહેલો ખોરાક ખાવાથી, ગંદકી ભરેલ જગ્યાએ સ્પર્શ કરવાથી હાથ મારફતે તે શરીરમાં પ્રવેશ કરે છે.નોરો વાયરસના સામાન્ય લક્ષણોમાં ઝાડા-ઉલટી,શરદી,પેટમાં ચૂંક આવવી ,માથાનો દુ:ખાવો,સ્નાયુઓમાં દુખાવો જોવા મળે છે.જેમાં સૌથી પહેલા ડિહાઇડ્રેશનનું જોખમ વધુ જોવા મળે છે અને શરીરમાં એનર્જી રહેતી નથી આથી આખો દિવસ થાકનો અનુભવ કે શરીરમાં દુખાવો રહ્યા કરે છે. બાળકો, વડીલો અને જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોએ ખાસ સાચવીને રહેવું જોઈએ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.જેનાથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખો પછી સ્વચ્છ પાણીથી હાથ ધોવાનું રાખો બાથરૂમનો ઉપયોગ કર્યા બાદ,જમતા પહેલા અને પછી રસોઈ બનાવતા પહેલા, અને પછી બહારથી આવીને સૌ પહેલા હાથ ધોવા જરૂરી બની રહે છે.આ સિવાય કશું પણ ખાતા પહેલા કે ખાઈ લીધા બાદ પણ હાથને ચોખ્ખા કરો.ઘરે ઠંડુ કે પડી રહેલું ખાવાનું ટાળો.ઘરમાં શાકભાજી કે ફળને લાવીને સૌ પહેલા બરાબર પાણીથી સાફ કરો.જો ઘરમાં કોઈને આનો ચેપ લાગે કે ઝાડા-ઉલટી થાય તો આખા ઘરને સેનેટાઈઝ કરો.આ વાયરસથી રિકવર થયા બાદ થોડો સમય ભીડમાં જવાનું કે લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. નાના બાળકો અને વૃદ્ધો કે સગર્ભાને ઇમ્યુનિટી વધે તેઓ આહાર આપવો જોઈએ.આ ઉપરાંત ગરમ અને પૌષ્ટિક આહાર લેવાનું રાખો,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.