વર્તમાનમા કોરોના સંક્રમણ ઘટતાં સરકાર પ્રવાસી વિઝા શરુ કરવાની તૈયારીમાં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 75

દેશમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થતાં સરકારનાં ગૃહમંત્રાલય ટુંક સમયમાં ટુરીસ્ટ વિઝા આપવાનું શરુ કરવા વિચારણા કરી રહ્યું છે. ત્યારે ભારતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટવા લાગ્યું હોવાથી પ્રવાસનને ગતિ આપવાનાં પ્રયાસો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે બાબતે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં ટુરીસ્ટ વિઝા બાબતે નિર્ણય લેવામાં આવશે. જે અંદાજે દોઢ વર્ષથી બંધ કરવામાં આવ્યા છે પરંતુ તે હવે તબકકાવાર મંજુર કરવામાં આવે તેવી શકયતા જોવા મળી રહી છે. સરકાર પ્રવાસી વિઝા માટે અરજી કરનારા લોકોને મંજુરી આપવા વિચારણા કરે છે. જેમા ઘણાં ખાડી દેશોએ ટુરીસ્ટ વિઝા શરુ કરી દીધા છે. જેથી બીજા દેશો પણ રસી લઈ ચુકેલા લોકો માટે વિઝાની સુવિધા શરુ કરે તેવુ મનાઇ રહ્યું છે. કોરોનાને કારણે પ્રવાસન,હોટલ,એવિએશનનાં ઉદ્યોગને ફટકો પડયો છે. પરંતુ સંક્રમણ ઘટતા ઉદ્યોગોને વેગવંતા બનાવવા સરકારે પ્રયાસો આદર્યા છે. જેમા ભારતે ટુરીસ્ટો માટે મંજુરી આપતા પુર્વે અનેક બાબતે તપાસ શરુ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.