કોંગ્રેસનાં હાથથી હાથ જોડો અભિયાનનો લોગો જારી કરવામાં આવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારત જોડો યાત્રા કરી રહી છે.ત્યારે આ ભારત જોડો યાત્રા દરમિયાન પાર્ટી દેશભરમાં હેન્ડ ટુ હેન્ડ અભિયાન શરૂ કરશે. જેને લઈ કોંગ્રેસ મહાસચિવ કે.સી વેણુગોપાલે દિલ્હીમાં પાર્ટીના હાથથી હાથ જોડો અભિયાનનો લોગો જાહેર કર્યો છે.જેમાં આગામી 26મી જાન્યુઆરીથી હાથથી હાથ જોડોનું અભિયાન શરૂ થશે.આ અભિયાન અંતર્ગત પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને લોકો સાથે વાત કરશે અને ભારત જોડો યાત્રાનો સંદેશ લોકો સુધી પહોંચાડશે.આમ હાથથી હાથ જોડો અભિયાન અંતર્ગત કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં આવેલા મતદારોના ઘરે જઈને કોંગ્રેસની વિચારધારા વિશે જણાવશે.ભારત જોડો યાત્રા દરમિયાન આપવામાં આવેલો સંદેશ ઘરે ઘરે પહોંચાડવામાં આવશે.આ દરમિયાન રાહુલ ગાંધીનો એક પત્ર લોકોને સોંપવામાં આવશે.આ સાથે કેન્દ્ર સરકારની ખામીઓ દર્શાવતી ચાર્જશીટ પણ વહેંચવામાં આવશે.આ અભિયાન હેઠળ કોંગ્રેસ પાર્ટીનું લક્ષ્ય 26 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી દેશની 2.5 લાખ ગ્રામ પંચાયતો,6 લાખ ગામડાઓ સુધી પહોંચવાનું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.