
છત્તીસગઢના નકસલી હુમલામાં 11 જવાનો શહીદ થયા
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો થયો છે.જેમાં 11 જવાનો શહીદ થઈ ગયા છે.ત્યારે દંતેવાડાના અરનપુરમા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ દળના વાહન પર આઈ.ઇ.ડી હુમલો થયો હતો.જેમા શહીદ થયેલા જવાનોમાં 10 ડીઆરજી સૈનિકો તેમજ એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.ત્યારે આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રીએ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ સાથે વાતચીત કરી તેમને શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.દંતેવાડામાં નક્સલી હુમલા બાદ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં હાઈએલર્ટ જારી કરાયું છે. આ સિવાય નક્સલ પ્રભાવિત વિસ્તારના તમામ પોઈન્ટને એલર્ટ કરાયા છે.તમામ સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.