
વર્તમાનમાં અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ભારત જોડો યાત્રામાં જોડાયા
વર્તમાનમાં શિવસેનામાં જોડાનાર બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર જમ્મુમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયા છે.તેમનું યાત્રામાં સામેલ થયા બાદથી રાજકારણ ગરમાઈ ગયુ છે.ત્યારે યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યુ હતું.ઉર્મિલા માતોંડકર અત્યારે શિવસેનામાં છે.તેમણે સપ્ટેમ્બર 2019માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને 2020માં શિવસેનામાં જોડાયા હતા.ઉર્મિલા માતોંડકર રાહુલ ગાંધીની સાથે યાત્રા દરમિયાન વાતચીત કરતા જોવા મળ્યા.આ દરમિયાન તેમણે ક્રીમ રંગનું પારંપરિક કાશ્મીરી ફેરન અને માથા પર સ્કાર્ફ પહેરેલો હતો.રાહુલ ગાંધીની આ યાત્રા પંજાબથી કાશ્મીરમાં દાખલ થઈ હતી.આમ 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ થયેલી પદયાત્રા શ્રીનગરમાં પૂર્ણ થશે.તેના પહેલા જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પર રામબન અને બનિહાલમાં યાત્રાના રોકાણનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.જેમાં 30 જાન્યુઆરીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમા વિશાળ રેલીની સાથે રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થશે.જમ્મુમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિત પરિવારોની મહિલાઓએ પોતાના પારંપરિક ડ્રેસમાં ફૂલ અને પાંદડાઓ સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતું.ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે ઉધમપુર જિલ્લામાં રેહમબલ આર્મી ગેટ નજીક એક નાના વિરામ બાદ ફરીથી શરૂ થશે.