બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય બની

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં અનેક રાજ્યોમાં ચોમાસાના વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઇ ગયો છે,ત્યારે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઇ છે તેને પગલે આવતા દિવસોમાં વધુ અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાવાની હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.આમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ડીપ્રેશન સર્જાયુ છે.જેને કારણે કોંકણ,ગોવા,દક્ષિણ ગુજરાત,મધ્ય મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.આ સિવાય દેશના ઓડિસા, મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડા, તેલંગાણા, કર્ણાટક, દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં પણ વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત બે દિવસ દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.બિહારના અનેક ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.આસામ,મેઘાલય,નાગાલેન્ડ અને મણીપુરમાં પણ બે દિવસ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.