ક્યુબા બાદ ફ્લોરિડાને ઘમરોળવા વાવાઝોડુ પહોંચ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાના ફ્લોરિડામાં પશ્ચિમી તટે પહોંચેલા ઈયાન વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.ત્યારે ક્યુબામાં તે ત્રીજી કેટેગરીમાં હતું અને ફ્લોરિડા પહોંચતા સુધીમાં ચોથી શ્રેણીમાં આવી ગયું છે.જેના કારણે ભારે વરસાદ વરસે તેવી શક્યતા જોવા મળી રહી છે ત્યારે ફ્લોરિડામાં એક સપ્તાહ માટે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમી કિનારે મોન્સ્ટર-4 શ્રેણીના ઈયાન વાવાઝોડાએ ભારે પવન અને વરસાદ સાથે આગમન કર્યું હતું.આ કારણે તે વિસ્તારના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે અને અનેક વાહનો પાણીમાં તણાઈ ગયા છે.આમ વિશાનકારી તોફાનના કારણે ફ્લોરિડામાં મોટાપાયે નુકસાન થયું છે.નેશનલ હરિકેન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઈયાન 240 કિમી પ્રતિ કલાકની ઝડપે ફ્લોરિડાના કિનારા સાથે અથડાયું હતું.જ્યાં વાવાઝોડાના આગમન પહેલા વરસાદ વરસ્યો હતો અને બાદમાં ફ્લોરિડા ઉપદ્વીપમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.વાવાઝોડાના કારણે સમગ્ર ફ્લોરિડા અને દક્ષિણ-પૂર્વીય રાજ્યો જ્યોર્જિયા અને દક્ષિણ કૈરોલિનામાં કરોડો લોકો અસરગ્રસ્ત થયા હોવાની આશંકા છે.ઈયાન વાવાઝોડાના કારણે ટામ્પા અને ઓરલેન્ડોના વિમાનમથકો પર કોમર્સિયલ ફ્લાઈટ્સ બંધ કરી દેવાઈ હતી.વાવાઝોડાના કારણે 8,50,000 ઘરોમાં અંધકાર વ્યાપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.