દિલ્હી પોલીસની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું- અમારી આંખોમાં પણ ધૂળ નાંખવાના પ્રયાસ કરી રહી છે પોલીસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીમાં ગયા વર્ષે થયેલી હિંસા બાબતે દિલ્હીની એક કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે ભાગલા બાદ સૌથી ખરાબ રમખાણની તપાસ દિલ્હી પોલીસે કરી છે. આ ખૂબ જ દુખદાયક છે. જ્યારે ઇતિહાસ પલટાવીને જોઈશું તો લોકશાહીના રક્ષકોને પણ દુખ પહોંચશે. આ મામલે એડિશનલ સેશન જજ (ADJ) વિનોદ યાદવે શાહ આલમ (પૂર્વ કાઉન્સિલર તાહિર હુસેનના ભાઈ), રાશીદ સાઇફી અને શાદાબને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.

કોર્ટે કહ્યું કે આ તપાસ ખૂબ જ નિષ્ક્રિય સાબિત થઈ છે. કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે જેમ કોન્સ્ટેબલને સાક્ષી તરીકે પ્લાન્ટ કરવામાં આવ્યા હોય. જજ વિનોદ યાદવે કહ્યું કે આ કેસ કરદાતાઓની મહેનતની કમાણીની બરબાદી છે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે પોલીસે અમારી આંખોમાં ધૂળ નાંખવાના પ્રયાસ કર્યા છે.

દિલ્હી રમખાણમાં આરોપીઓ સામે કોઈ જ પુરાવા નહીં કોર્ટે તે વાત પર પણ ધ્યાન દોર્યું છે કે ઘટનાસ્થળે કોઈ જ CCTV કેમેરા ન હતા, જેથી તે જાની શકાય કે ઘટના સમયે આરોપીઓ ખરેખરમાં ત્યાં ઉપસ્થિત હતા. અને ન તો આ ઘટનાનો કોઈ જ સાક્ષી છે અને ન કોઈ તેના ગુનાહિત કાવતરું ઘડાયાના કોઈ પુરાવા છે.

જજે કહ્યું- હું પોતાને તે કહેવાથી રોકી શકતો નથી કે જ્યારે લોકો ભાગલા બાદથી સૌથી ખરાબ આ રમખાણને પલટાવીનેબ જોઈશું તો, આધુનિક ટેકનિકો બાદ પણ યોગ્ય તપાસ કરવામાં પોલીસની નિષ્ફળતા જોઈને લોકશાહીના રક્ષકોને પણ દુખ પહોંચશે.

તેમણે એવું પણ કહ્યું કે એવું લાગે છે કે પોલીસે માત્ર ચાર્જશીટ દાખલ કરીને સાક્ષીઓને, ટેકનિકલ પુરાવા કે સાચા આરોપીઓને શોધવાના પ્રયાસ કર્યા વિના જ કેસનો ઉકેલ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.