દેશના દિલ્હી,પંજાબ,હરિયાણા અને યુપીમાં વરસાદની આગાહી કરાઇ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આગામી 2 દિવસ દરમિયાન દેશના દિલ્હી સહિત પંજાબ,હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.ત્યારે આ સાથે જમ્મુ-કાશ્મીર,લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી 24 થી 26 જાન્યુઆરી દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ અને પહાડો પર હિમવર્ષા થવાની આગાહી કરી છે.આ સાથે પૂર્વ ઉત્તર પ્રદેશ,પૂર્વ મધ્યપ્રદેશ,રાજસ્થાન અને તમિલનાડુમાં પણ વરસાદ પડી શકે છે.આ સિવાય આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.