દેશના નવા મુખ્ય ન્યાયમૂર્તિ યૂ.યૂ લલિત બનશે
દેશના નવા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સુપ્રીમ કોર્ટના સૌથી સીનીયર જજ યૂ.યૂ લલીતના નામની ભલામણ કરવામાં આવી છે.જેમાં વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્ના આગામી 26 ઓગષ્ટના રોજ નિવૃત થઈ રહ્યા છે ત્યારે 27 ઓગષ્ટથી જસ્ટીસ લલીત દેશનાં 49માં મુખ્ય ન્યાયમૂર્તિ બનશે.જેઓ 74 દિવસ સુધી આ હોદા પર રહેશે.ત્યારબાદ નંબર ટુ સીનીયર ન્યાયમૂર્તિ જસ્ટીસ ચંદ્રચૂડ દેશનાં નવા મુખ્ય ન્યાયમૂર્તિ બનશે.આમ વિદાય લેનાર મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ તેમના અનુગામી તરીકે લલીતના નામની ભલામણ કેન્દ્રીય કેબીનેટને કરી છે.ત્યારે આગામી દિવસોમાં તેના પર મંજુરીની મહોર લાગી જશે.આમ રમન્ના ગત વર્ષે 24 એપ્રિલના રોજ મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા અને તેઓના સમયગાળામાં અનેક મહત્વના ચૂકાદાઓ પણ આપ્યા હતા.