
દેશના પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ-1નું લોન્ચિંગ થશે
ભારત દેશનું પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ- 1નું લોન્ચિંગ જૂન-જુલાઈમાં કરવા જઈ રહ્યું છે.ત્યારે આ મિશનમાં સૂર્યના અભ્યાસ માટે એક સ્પેસક્રાફટ મોકલવામાં આવશે.ત્યારે આ પેલોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા તૈયાર થયેલુ છે.જે સૂર્ય યાનનું સૌથી મહત્વપૂર્ણ તેમજ પ્રાથમિક પેલોડ છે.તેને બનાવવામાં 15 વર્ષથી વધુ સમયગાળો લાગ્યો છે તે માટે આને ખૂબ જટિલ પેલોડ ગણવામાં આવે છે.ભારતના આ સૂર્યયાન મિશનમાં 7 પેલોડ છે.જેમાંથી 6 પેલોડ ઈસરો અને એક અન્ય સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.આમ ભારતનું સૂર્યયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આ બિંદુ પર સ્થિત કરવામાં આવશે.જેમાં પૃથ્વી સહિત દરેક ગ્રહ અને સૌરમંડળની બહાર,એક્સોપ્લેનેટની સંખ્યા વધી રહી છે અને આ વૃદ્ધિનું નિયંત્રણ મુખ્ય તારા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.જેમાં સૌર હવામાન અને વાતાવરણ જે સૂર્યમાં અને તેની આસપાસ બનતી પ્રક્રિયાઓ દ્વારા નક્કી થાય છે તે સમગ્ર સૂર્યમંડળને અસર કરે છે.આમ અત્યારસુધીમાં અમેરિકા,જર્મની,યુરોપિયન સ્પેસ એજન્સી જેવા દેશોને મળીને 22 જેટલા સુર્યાયાન મિશન મોકલવામાં આવ્યા છે.