
દેશનો પ્રથમ ફ્લોટિંગ બાથ કુંડ વારાણસી ટેન્ટ સિટીમાં બનાવવામાં આવ્યો
ઉત્તરપ્રદેશના વારાણસીમાં દેશનો પ્રથમ ફ્લોટિંગ બાથકુંડ બનાવવામાં આવ્યો છે.આ બાથકુંડમાં લોકો સુરક્ષિત રીતે ગંગામાં આસ્થાની ડુબકી લગાવી શકે છે. ગંગાના પેલે પાર બનેલા ટેન્ટસિટીમાં આ બાથ કુંડને પર્યટકોના સ્નાન માટે બનાવવામાં આવ્યો છે.આમ જેટી પર બનેલા બાથકુંડમાં બે ગંગાકુંડ બનાવવામાં આવ્યા છે.જેની ઊંડાઈ 4 ફૂટ છે.આ ફ્લોટિંગ બાથકુંડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.આ કુંડમાં ગંગાજળ ભરેલુ હોય છે,જેમાં વૃદ્ધો અને તે લોકો પણ ડુબકી લગાવી શકે છે,જેમને તરતા આવડતુ નથી.આ બાથકુંડની નીચે સ્ટેનલેસ સ્ટીલની મોટી જાળી લગાવેલી છે.જેનાથી ગંગાજળ ગળાઈને બાથકુંડ સુધી પહોંચે છે.આ સિવાય લોકો કુંડમાં ઉતરી શકે તે માટે સીડી લગાવવામાં આવી છે.પર્યટક કુંડમાં સ્નાન બાદ ચેન્જિંગ રૂમમાં કપડા પણ બદલી શકે છે તે માટે રેતી પર ચાર ચેન્જિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.