દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભાજપના વડપણ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર જગદીશ ધનખડ વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવીને ભારતના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર ધનખડને 528 મત મળ્યા હતા,જ્યારે આલ્વાને 182 મત મળ્યા હતા. ધનખડનું વિજયી માર્જિન 1997 પછીથી સૌથી વધુ હતું.જેમને 74 ટકા મત મળ્યા હતા.જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને આલ્વાએ ધનખડને અભિનંદન આપ્યા હતા.જેઓ રાજસ્થાનમાંથી બીજા ઉપરાષ્ટ્રપતિ છે.આ અગાઉ ભૈરવસિંહ શેખાવત 2002થી 2007 સુધી ઉપરાષ્ટ્રપતિ હતા.ધનખડના વિજય પછી સંસદના બંને ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસર્સ રાજસ્થાનના હશે.ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરપર્સનનો કાર્યભાર પણ સંભાળે છે.હાલમાં ઓમ બિરલા લોકસભાના સ્પીકર છે.જેઓ રાજસ્થાનના કોટામાંથી લોકસભામાં ચૂંટાયા હતા.નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય બદલ ધનખડને અભિનંદન આપ્યા હતા.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જગદીપ ધનખડને અભિનંદન આપ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.