GST માફ કરાશે તો કોરોનાની વેક્સિન અને દવાઓ મોંઘા થશે : નિર્મલા સીતારામન

Business
Business

કોવિડ વેક્સિન, દવાઓ અને ઓક્સિજન ઉપકરણો પર GST માફ કરવાની માગણી અંગે નાણાપ્રધાન નિર્મતા સીતારામને કહ્યું છે કે કે જો આ સાધનો પર GST માફ કરવામાં આવશે તો તે મોંઘા બનશે, કારણ કે જો તેના પરથી GST હટાવવામાં આવશે તો ઉત્પાદકોને ITC (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) નહીં મળે અને પરિણામે ઉત્પાદકો ITCની રકમ ગ્રાહકો પાસેથી વસૂલશે. હાલ વેક્સિનના સ્વદેશી પુરવઠા અને આયાત પર પાંચ ટકા GST અને કોવિડ દવાઓ અને ઓક્સિજન પર 12 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કોંગ્રેસન કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ ગત દિવસોમાં કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે કે કોવિડ વેક્સિન તેમજ સારવાર માટેના દવા સહિતના સાધનો પર લેવાતી GST અને અન્ય ડયુટી માફ કરવામાં આવે. જેનાં જવાબરૂપે આજે નિર્મલા સીતારામને કહ્યું હતું કે કરમાફીના કારણે આ સાધનો વધુ મોંઘા બનશે.

નાણામંત્રી સીતારામને વધુ ઉમેરતાં કહ્યું હતું કે જો GSTમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવે તો વેક્સિન ઉત્પાદકોએ કાચા માલ માટે ચૂકવેલા ટેક્સની રકમ ITC તરીકે પરત મેળવી શકશે નહીં અને પરિણામે આ રકમ ભાવવધારા તરીકે ગ્રાહકો પાસેથી વસૂલશે. હાલ વેક્સિન પર પાંચ ટકા ટેક્સ રાખવામાં આવ્યો છે. જેથી આ ટેક્સ સુનિશ્ચિત કરે છે કે ઉત્પાદકો ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને રિફંડ મેળવી રહ્યા છે. આમ જો ટેક્સ માફઈ કરવામાં આવશે તો તેની આડઅસરરૂપે ગ્રાહકો પર ભાવવધરો ઝીંકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.