કોરોના રીટર્ન: ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો વેરીએન્ટ, આ ઉમંરના લોકો બની રહ્યા છે શિકાર; વધતા કેસોને જોઈ ચિંતિત બની દુનિયા
Corona: કોવિડનો નવો વેરીએન્ટ, EG.5.1, જે ગયા મહિને બ્રિટનમાં સામે આવ્યો હતો, તે હવે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારનો વેરીએન્ટ ઝડપથી ફેલાતા ઓમિક્રોનમાંથી ઉત્પન્ન થયો છે. બ્રિટનની હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA) એ જણાવ્યું કે EG.5.1 ને ‘Eris’ ઉપનામ આપવામાં આવ્યું છે. કોવિડના દર 7 નવા કેસમાંથી આ વેરીએન્ટનો એક કેસ સામે આવી રહ્યો છે.
UKHSA ઇમ્યુનાઇઝેશનના વડા ડૉ. મેરી રામસેએ કહ્યું, ‘અમે આ સપ્તાહના અહેવાલોમાં કોવિડ-19 કેસોમાં સતત વધારો જોઈ રહ્યા છીએ. તમામ વયજૂથના લોકોમાં ખાસ કરીને વૃદ્ધો મોટી સંખ્યામાં હોસ્પિટલોમાં આવી રહ્યા છે.તેમણે કહ્યું, “નિયમિત રીતે હાથ ધોવાથી તમે કોરોના અને અન્ય વાયરસથી ઘણી હદ સુધી બચી શકો છો. જો કોઈ દર્દીમાં શ્વસન સંબંધી રોગના લક્ષણો હોય, તો તેણે દરેક શક્ય રીતે અન્ય લોકોથી દૂર રહેવું જોઈએ.
કોરોનાનું નવું વેરિઅન્ટ મળવા છતાં હાલમાં તેને બહુ ગંભીર માનવામાં આવતું નથી. તેનું કારણ એ છે કે બ્રિટનમાં કોરોનાના જે તાજેતરના આંકડા સામે આવ્યા છે તેમાં આ નવા વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા માત્ર 14.6 ટકા છે. યુકેએચએસએની ‘રેસ્પિરેટરી ડેટામાર્ટ સિસ્ટમ’ દ્વારા નોંધાયેલા 4,396 નમૂનાઓમાંથી 5.4 ટકા લોકો કોરોનાથી પીડિત હોવાનું જણાયું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બે અઠવાડિયા પહેલા EG.5.1 વેરિઅન્ટનું મોનિટરિંગ કરવાનું શરૂ કર્યું હતું જ્યારે WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે કહ્યું હતું કે લોકો હવે રસી અને પૂર્વ ચેપ દ્વારા વધુ સારી રીતે સુરક્ષિત છે. જો કે, તમામ દેશોએ તેમની તકેદારી હજુ ઓછી કરવી જોઈએ નહીં. એશિયામાં કોરોનાના વધતા જતા કેસોને કારણે 31 જુલાઈએ તેને કોવિડના નવા વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.