દેશમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો: પોઝિટિવ કેસ 93 લાખને પાર, દિલ્હી મહારાષ્ટ્રના હાલ બેહાલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 32

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની ત્રણ અગ્રણી કોરોના વેક્સીન પર ટ્રાયલ કરી રહેલી કંપનીઓની મુલાકાતે છે. કોરોના વેક્સીન સત્વરે આવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે કારણ કે દેશમાં જાણે કે કોરોના કેસનો રાફડો ફાટ્યો છે અને દેશમાં કોરોના સંક્રમણના કેસ વધીને 93 લાખને પર પહોંચ્યા છે.

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 93.51 લાખને પાર થઈ છે. જ્યારે કે, કોરોનાથી દેશમાં 1.36 લાખ લોકોના મોત થયા. શુક્રવારે દેશમાં નવા 41 હજાર 353 કેસ નોંધાયા.

દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહી 18.08 લાખ કેસ અને 46 હજાર 898 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં 8.81 લાખ અને 11 હજાર 738 લોકોના મોત થયા. આંધ્ર પ્રદેશમાં 8.66 લાખ અને 6 હજાર 976 લોકોના મોત થયા. દેશના અન્ય રાજ્યની જો વાત કરવામાં આવે તો તમિલનાડુમાં 7.77 લાખ, કેરળમાં 5.87 લાખ અને દિલ્હીમાં 5.56 લાખ કોરોનાના કેસ નોંધાયા છે.

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. 24 કલાકમાં પાંચ કલાકમાં 5 હજાર 482 નવા કેસ અને 98 લોકોના મોત થયા. આ સાથે 5 હજાર 937 દર્દીઓને રજા આપવામાં આવી.. દિલ્હીમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

કોરોનાનું સંક્રમણ રોકવા માટે દિલ્હી બહારથી આવતા તમામ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. છેલ્લા 10 દિવસમાં દિલ્હીમાં એક હજારથી વધારે કોરોનાના દર્દીઓના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે પ્રદૂષણના કારણે કોરોનાના દર્દીઓના મોતનો આંકડો વધ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 5.56 લાખ કેસ નોંધાયા છે. અને રિકવરી રેટ 91 ટકા જેટલો છે. છેલ્લા કેટલાક દિવસમાં 64 હજાર 455 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 38 હજારને પાર છે.

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 6.19 કરોડને પાર થઈ છે. જ્યારે કે, કોરોનાથી 14.48 લાખ લોકોના મોત થયા. 24 કલાકમાં દુનિયામાં 6 લાખ જેટલા નવા કેસ નોંધાયા છે. દુનિયામાં સૌથી વધુ કોરોનાના કેસ અમેરિકામાં નોંધાયા છે. અહી 1.34 કરોડ કેસ અને 2.71 લાખ લોકોના મોત થયા. ભારત કોરોનાના કેસની સંખ્યામાં બીજા ક્રમે છે. ભારત બાદ બ્રાઝિલમાં 62.38 લાખ કેસ અને 1.71 લાખ લોકોના મોત થયા છે. રશિયામાં 22.15 લાખ કેસ અને 38 હજારથી વધુ લોકોના મોત થયા. ફ્રાંસમાં21.96 લાખ કેસ અને 51 હજાર 914 લોકોના મોત થયા છે. દુનિયાના અન્ય દેશમાં સ્પેનમાં 16.46 લાખ, યુકેમાં 15.89 લાખ અને ઇટાલીમાં 15.38 લાખ કોરોનાના કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.