કોરોના બેકાબૂ : ૨૪ કલાકમાં ૧૯૪૫૯ કેસ, ૩૮૦ના મોત

રાષ્ટ્રીય
Corona
રાષ્ટ્રીય 102

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના મહામારી જાણે કે ભારતમાંથી જવાનું નામ ન લેતી હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં એક જ દિવસમાં ૨૦ હજારની નજીક જેટલા કેસો નોંધાયા હતા. અને ૧ જુલાઇથી અનલોક-૨માં જ્યારે વધુ છૂટછાટ આપવામાં આવે તેમ છે ત્યારે તે પછી કોરોના ક્્યાં જઇને ટકશે તેના વિવિધ અનુમાનો વચ્ચે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૫,૪૮,૩૧૮ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૧૯૪૫૯ નવા કેસ નોંધાયા છે. જે ૨૦ હજારની નજીક છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૮૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોનાને કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૧૬,૪૭૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ ૨,૧૦,૧૨૦ એÂક્ટવ કેસ હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.