
બિહારમાં પુલ તૂટવાના કેસમાં બાંધકામ કંપનીને શો કોઝ નોટીસ અપાઈ
બિહારના ભાગલપુર જિલ્લામા ગંગા નદી પર બની રહેલ પુલ તૂટવાના કેસમાં રાજ્ય સરકારે કાર્યવાહી કરીને કન્સ્ટ્રકશન કંપનીને નોટીસ ફટકારી છે.જે અંગે માર્ગ બાંધકામ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પ્રત્યાય અમરિતે જણાવ્યું હતું કે પુલના બાંધકામ સાથે સંકળાયેલા એક્ઝિક્યુટીવ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.આ સિવાય તેમણે જણાવ્યું હતું કે હરિયાણા સ્થિત કંપનીને આ પુલના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.જેમા બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમના મેનેજિંગ ડાયરેક્ટરે કંપનીને શો કોઝ નોટીસ પાઠવી છે.જેમા કંપનીને જવાબ આપવા માટે આગામી 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.જે નોટિસમાં કંપનીને પૂછવામાં આવ્યું છે કે સરકાર દ્વારા તમને બ્લેકલિસ્ટ કેમ કરવામાં ન આવે? જેમાં કામની ગુણવત્તા પર નજર રાખવામાં નિષ્ફળ રહેલા એક્ઝિક્યુટીવ એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.આમ ભાગલપુર અને ખગરિયા જિલ્લાઓને જોડવા માટે આ પુલનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.જેનો વર્ષ 2014માં નીતીશકુમારે શિલાન્યાસ કર્યો હતો.આ બ્રિજના નિર્માણ માટે રૂ.1700 કરોડ ફાળવવામાં આવ્યા હતાં અને બ્રિજનું નિર્માણકાર્ય 2019 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.