અશ્વરાવપેટ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની જીત
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન, પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અશ્વરાવપેટ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના આદિનારાયણે BRSના નાગેશ્વર રાવ સામે જીત મેળવી લીધી છે. હાલ તેલંગાણામાં કોંગ્રેસ 66 સીટો પર, BRS 39 પર અને ભાજપ 10 સીટો પર આગળ છે.