MPમાં પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ લાગ્યો વધુ એક ઝટકો, ધારાસભ્ય રાહુલ સિંહે આપ્યું રાજીનામું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પેટા ચૂંટણી પહેલા જ વિધાનસભાની સદસ્યતા પરથી રાજીનામુ આપ્યું છે. દમોહના કોંગ્રેસના ધારાસભ્ય રાહુલ સિંહે રવિવારે પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્મા સાથે મુલાકાત કરીને તેણે પોતાનું રાજીનામું સોપ્યું છે. પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ જણાવ્યું કે, 2 દિવસ પહેલા રાહુલ સિંહ તેની મુલાકાતે આવ્યાં હતાં. અને વિધાનસભાની સદસ્યાતા પરથી રાજીનામુ આપવાનો નિર્ણય કહ્યો હતો. જો કે, આ સમયે પ્રોટેમ સ્પીકરે તેના વિચારોને લઈને બે દિવસનો વધારે સમય આપ્યો હતો. જે સમય સીમા પૂર્ણ થઈ છે.

25 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા

કોંગ્રેસ ધારાસભ્ય રાહુલ સિંહે રવિવારે સવારે પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માની મુલાકાત કરીને તેણે પોતાનું રાજીનામુ આપ્યું છે. જેને પ્રોટેમ સ્પીકરે સ્વીકારી લીધું છે. આવી રીતે જ મધ્યપ્રદેશ વિધાનસભામાં વધુ એક સીટ ખાલી થઈ છે જેના પર બાદમાં પેટાચૂંટણી થશે. રાહુલ સિંહ પહેલી વખત જીતીને ધારાસભ્ય બન્યાં હતાં. પરંતુ માત્ર દોઢ વર્ષ બાદ રવિવારે તેણે ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છે. જણાવી દઈએ કે, આ પહેલા જ 25 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યાં ગયાં છે. જેના કારણે મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી થવા જઈ રહી છે. 3 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશમાં 28 વિધાનસભાની સીટ પર મતદાન થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.