
શંખપુષ્પીના ફૂલો દવા કરતા વધારે અસરદાર છે
નવી દિલ્હી, આપણે સામાન્ય બીમારીઓ થતાં જ ડોક્ટરની પાસે દવા લેવા પહોંચી જઇએ છીએ. સામાન્ય બીમારીઓ કે સ્વાસ્થ્ય સમસ્યાઓના ઇલાજ માટે સતત દવાઓનો ઉપયોગ પણ ઘણીવાર સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. કેટલીક બીમારીઓને તમે આસપાસ મોજૂદ છોડ-ફૂલ અને જડીબુટ્ટીઓથી પણ ઠીક કરી શકો છો, બસ તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ તેની જાણકારી તમારી પાસે હોવી જોઇએ.
આયુર્વેદમાં અનેક છોડ-વૃક્ષ, તેમાંથી મળતા પાન, ફૂલ, ડાળખી અને છાલના ઉપયોગ દવાઓ અને ઉપચારમાં કરવામાં આવે છે. આવું જ એક શક્તિશાળી ફૂલ છે અપરાજિતા જેને ગુજરાતમાં આપણે શંખપુષ્પીના ફૂલથી ઓળખીએ છીએ. આયુર્વેદિક એક્સપર્ટ ડો. દીક્ષા ભાવસાર અનુસાર, વાદળી રંગના આ ફૂલમાં પીરિયડ્સ દરમિયાન થતાં પેઢૂમાં દુઃખાવો, શરીરનો દુઃખાવો, અસ્થમા, સૂકી અને લાંબા સમયથી પરેશાન કરતી ખાંસી, તણાવ વગેરે દૂર કરવાની ક્ષમતા છે.
અહીં જાણો, આયુર્વેદમાં અપરાજિતા ફૂલના ફાયદાઓ અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો? આયુર્વેદમાં શંખપુષ્પીનો વિશેષ પ્રભાવ મેધ્યા છે, એટલે કે તેનાથી યાદશક્તિને મજબૂત બનાવી શકાય છે, તેથી બાળકો માટે આ ફૂલ ઉત્તમ છે. આ ઉપરાંત યૌન સમસ્યાઓમાં પણ આ ફૂલનો ઉપયોગ કરી શકાય છે. ડોક્ટર અનુસાર, તેનાAphrodisiacગુણો યૌનશક્તિમાં સુધાર લાવે છે. આ ફૂલના ઉપયોગથી સતત માથાનો દુઃખાવો, માસિક ધર્મમાં થતી પરેશાની, શરીરના કોઇ પણ હિસ્સામાં દુઃખાવો, ઉર્જાની ઉણપ, કમજોર યાદશક્તિ, અસ્થમા, ખાંસી અને તણાવ દૂર કરવામાં મદદ મળે છે.