કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે ફરિયાદ, સંસદમાં આપેલા નિવેદન અંગે FIR નોંધવાની માંગ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ મુંબઈના વીપી રોડ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ એક વકીલે 1 જુલાઈના રોજ સંસદમાં આપેલા નિવેદનને લઈને કરી છે. અખંડ હિન્દુ રાષ્ટ્ર સમિતિના વકીલ કુશન સોલંકીએ આપેલી ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવે.
રાહુલ ગાંધીએ 1 જુલાઈના રોજ સંસદમાં તેમના ભાષણમાં હિન્દુઓ વિશે ટિપ્પણી કરી હતી. આ નિવેદનને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. વાસ્તવમાં રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં ભારે હોબાળો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીના આ નિવેદનની નિંદા કરી હતી.
પીએમ મોદીએ રાહુલની ટિપ્પણીને ખૂબ જ ગંભીર ગણાવી
રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસા સાથે જોડતી કેટલીક ટીપ્પણીઓ કરી જેનાથી સંસદમાં હોબાળો થયો. જો કે, બાદમાં રાહુલ ગાંધીના નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. રાહુલના નિવેદન પર થયેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સીટ પરથી ઉભા થયા અને કહ્યું કે સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવું ખૂબ જ ગંભીર બાબત છે.
Tags india Rahul Gandhi Rakhewal