CM યોગીનો આદેશ, યુપીમાં કાવડ માર્ગો પર દુકાનદારોને લગાવવી પડશે નેમપ્લેટ
મુજફ્ફરનગરમાં કાવડ રૂટ પર દુકાનદારોઓએ તેમનું નામ અને ઓળખાણ બતાવવાળા પ્રશાસનનાં આદેશે બધાને ચોંકાવી દીધા છે. જ્યારે વિપક્ષ આને હિટલરશાહી ગણાવી રહ્યા છે અને નાજી જર્મની સાથે આની તુલના કરી રહ્યા છે. જો કે, યુપીનાં સીએમએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વિપક્ષનાં દબાણમાં નમતી નઈ આપે. સીએમ યોગીનો આદેશ પરત લેવાની જગ્યાએ બીજો આદેશ જારી કર્યો છે. આ નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર રાજ્યમાં કાવડ રૂટ પર દુકાનદારોને નેમપ્લેટ લગાવવી પડશે.
સામે આવ્યું આ નિર્ણયનું કારણ
યુપીનાં બધા કાવડ રૂટ પર ખાણીપીણીની દુકાનોની સામે દુકાનદારોએ પોતાના નામ અને તેમની ઓળખાણ બતાવવી પડશે. જો કે, આ નિર્ણય કાવડ યાત્રીઓની આસ્થા અને પ્રવીત્રતાને જાળવી રાખવા માટે લીધો છે. આ સાથે જ યુપી સરકારે ચેતવણી પણ આપી છે કે હલાલ સર્ટિફિકેશન સાથે ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
Tags india kavad yatra Rakhewal up