દિલ્હી જવા રવાના થયા CM યોગી આદિત્યનાથ, આજે ગૃહમંત્રી અમિત શાહ અને કાલે PM મોદી સાથે કરશે મુલાકાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 42

રાજકીય ગરમાવા વચ્ચે ગુરુવારે ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ બે દિવસ માટે દિલ્હી પહોંચ્યા છે. સાંજે 4 વાગ્યે તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે, જ્યારે આવતીકાલે સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદીને પણ મળશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે ભાજપ જોઈન કર્યા બાદ યોગી દિલ્હી જતાં રાજકીય ક્ષેત્રે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ, યોગી, શાહ અને મોદીને મળીને મંત્રીમંડળનું વિસ્તરણ અને આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરી શકે છે.

થોડા દિવસ પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહે ઉત્તરપ્રદેશમાં સંગઠન અને સરકારના કામકાજની સમીક્ષા કરી હતી. અનેક મંત્રીઓ સાથે મુલાકાત બાદ તેમની નારાજગી જાણી હતી. સંગઠન સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરી હતી. એ બાદ તેમણે આ અંગેનો સમગ્ર રિપોર્ટ 5 અને 6 જૂને દિલ્હીમાં થયેલી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે શેર કર્યો હતો. એ બાદ નડ્ડા અને બીએલ સંતોષ આ રિપોર્ટને લઈને PM મોદીની પાસે પહોંચ્યા હતા. તેમને આખો રિપોર્ટ સોંપી દેવાયો છે.

CM યોગી દિલ્હી પહોંચતાં જ ફરી એક વખત યુપીમાં કેબિનેટના વિસ્તરણને લઈને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ, યોગી યુપી પરત ફરશે, એ બાદ આ અંગે કોઈ જાહેરાત થઈ શકે છે. સરકારમાં અનેક નવા ચહેરાઓને જગ્યા મળી શકે છે. આ ઉપરાંત કેટલાક લોકોને સંગઠનમાં પણ જવાબદારી આપવામાં આવી શકે છે. તમામ નિગમ, આયોગ અને બોર્ડનાં પદ પણ ભરવાનાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.