ચીને યુદ્ધાભ્યાસમાં પરમાણુ સબમરીન અને એરક્રાફ્ટ કેરિયરનો સમાવેશ કર્યો
અમેરિકન સંસદનાં અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈપેઈની મુલાકાતના વિરોધમાં તાઈવાનના જલડમરુ વિસ્તારમાં ચીને શરૂ કરેલા યુદ્ધઅભ્યાસમાં તેના એરક્રાફ્ટ કેરિયર અને પરમાણુ સબમરીનને સામેલ કર્યા છે.ચીન તાઈવાનને પોતાનો પ્રદેશ ગણાવે છે ત્યારે પીપલ્સ લીબરેશન આર્મીના નેવલ રિસર્ચ એકેડમીમાં સિનિયર રિસર્ચ ફેલો ઝાંગ જુન્સેએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું હતું કે તાઈવાનને ઘેરીને છ ઝોનમાં શરૂ કરાયેલી પીએલએની ડ્રીલમાં તેનું સૌપ્રથમ એરક્રાફ્ટ કેરયિર ગૂ્પ તેની તાકતનું પ્રદર્શન કરશે.સામાન્ય રીતે એક પરમાણુ સબમરીનની સાથે તેના મિશનમાં એક એરક્રાફ્ટ કેરિયર ગૂ્પ પણ સાથે હોય છે.આ ડ્રીલ પીએલએના પૂર્વીય થીયેટર કમાન્ડ દ્વારા યોજાઈ છે ત્યારે અન્ય થીયેટર કમાન્ડના સૈનિકોએ પણ કવાયતમાં ભાગ લીધો છે.