ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મગજની બીમારીથી પરેશાન જોવા મળ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મગજની બીમારી સામે ઝઝૂમી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આ બીમારીના કારણે 2021માં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.તેમને સેલેબ્રલ એન્યુરિઝમ નામની મગજની બીમારી છે.ત્યારે ચીનના રાષ્ટ્રપતિને ડોકટરોએ ઓપરેશન કરવાની પણ સલાહ આપી છે પણ જિનપિંગ પારંપરિક ચીની દવાઓથી સારવાર કરવાનુ પસંદ કરી રહ્યા છે.આ પહેલા પણ જિનપિંગ અસ્વસ્થ હોવાની અટકળો થયેલી હતી.કારણકે કોરોનાની મહામારીની શરૂઆત થઈ તે પછી બિજિંગમાં વિન્ટર ઓલિમ્પિક યોજાઈ ત્યાં સુધી તેમણે કોઈ વિદેશી નેતા સાથે મુલાકાત કરી નહોતી.માર્ચ 2019માં તેઓ ઈટાલી ગયા ત્યારે પણ દેખાયુ હતુ કે જિનપિંગને હરવા ફરવામાં મુશ્કેલી પડી રહી છે.આ સિવાય ફ્રાંસની મુલાકાત દરમિયાન તેમને બેસવામાં તકલીફ પડી રહી હતી અને એક તબક્કે તેમને ટેકો આપવામાં આવ્યો હતો.જિનપિંગને સેલેબ્રલ એન્યુરિઝ્મ નામની જે બીમારી છે.જેમા માથાની અંદર એક ધમની પહોળી થતી રહે છે અને તેના કારણે તેની સપાટીને નુકસાન થાય છે.આમ જો તે વધુ પહોળી થાય તો તે તુટી જવાનુ જોખમ રહે છે.આ બીમારીના કારણે દર્દીને માથાનો દુખાવો,જોવામાં તકલીફ થતી હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.