ચીનમાં પૂરથી 2.15 લાખ હેક્ટરમાં પાકનો નાશ થતા રૂ.1400 કરોડનું નુકસાન થયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 92

મધ્ય ચીનમાં 1000 વર્ષમાં ભાગ્યે વરસાદી આફતમાં મૃત્યુઆંક વધીને ૩૩ થયો છે,જ્યારે 8 લોકો લાપતા છે.મૂશળધાર વરસાદના કારણે હેનાન પ્રાંતમાં ૩૦ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે,જ્યારે 3.76 લાખ લોકોનુ સ્થળાંતર કરાયું છે.વરસાદના કારણે અંદાજે 2.15 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનો નાશ થયો છે અને અર્થતંત્રને રૂ.1400 કરોડનું નુકસાન થયું છે.ત્યારે ચીનના હવામાન વિભાગે હેનાન પ્રાંત અને તેના પાટનગર ઝેંગઝોઉમાં ત્રાટકેલા મૂશળધાર વરસાદને આપત્તી ગણાવી હતી.ચીનમાં 1000 વર્ષમાં પહેલી વખત વરસાદને પગલે પાટનગર ઝેંગઝોઉના અન્ડરગ્રાઉન્ડર સબવે ટનલો ભરાઈ ગઈ છે.સામાન્ય સમયમાં દૈનિક 600 ટ્રેનોની અવરજવર થતી હોય છે તે ઝેંગઝોઉ પૂર્વીય રેલવે સ્ટેશન પર અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા હતા.જ્યારે અનેક પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા હતા.આ સિવાય શહેરમાં વરસાદના પાણી ભરાવાના કારણે અનેક રસ્તાઓ પર તણાઈને આવેલી કારના ઢગ ખડકાયા હતા,જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર છે.શહેરની 602 માંથી 498 પાવર લાઈન્સ ઠપ છે.શહેરની અનેક હોસ્પિટલોમા વીજવ્યવસ્થા શરૂ થઈ નથી.ઝેંગઝોઉ યુનિવર્સિટી હોસ્પિટલમાં 600થી વધુ ગંભીર દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા હતા.હેનાન પ્રાંતમા વરસાદ પછી ભૂસ્ખલન અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.