
ચીનમાં છેલ્લા ત્રણ મહિનામાં 114 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થયા
વિશ્વમાં કોરોનાનો પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાંથી આવ્યો હતો.ત્યારપછી કોરોનાએ સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું શરૂ કર્યું હતું.ત્યારે ચીનના ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અહેવાલમાં વાયરસ સંક્રમિતતા વધવા પર ચિંતા વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન દેશના 114 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થયા હતા.જેમા ડિસેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 સુધીમાં કોરોનાના કેસ વધ્યા છે.આ દરમિયાન ચીને ઝીરો કોવિડ પોલિસીના નિયમો હટાવ્યા હતા.ચીન સરકારની ઝીરો કોવિડ પોલિસીમાં ટેસ્ટિંગ,કોન્ટેક્ટ ટ્રેસિંગ અને લોકડાઉનનો સમાવેશ થાય છે.