છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પાટણ વિધાનસભા બેઠક પરથી પાછળ
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પાટણ વિધાનસભા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. ટ્રેન્ડમાં પાટણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિજય બઘેલ આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિજય બઘેલ દુર્ગ લોકસભા સીટના સાંસદ અને ભૂપેશ બઘેલના સંબંધી છે.
સવારે 8 વાગ્યાથી 4 રાજ્યોના તમામ મતગણતરી કેન્દ્ર પર ગણતરી શરૂ થઇ ગઈ હતી. મતગણતરીને કોઇ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ 638 બેઠકો પર આજે ઉમેદવારના ભવિષ્યનો ફેંસલો થશે. અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, રમણસિંહ, કે ચંદ્રશેખર સહિતના દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય આજે નક્કી થશે.