
ખરાબ હવામાનના કારણે ચારધામ યાત્રા રોકવામાં આવી, કેદારનાથમાં ભારે બરફવર્ષા
કેદારનાથ ધામમાં છેલ્લા 12 દિવસમાં અટકીને બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી ચાર દિવસ હવામાન ખરાબ રહેશે. ખરાબ હવામાન પર અલર્ટ પણ જાહેર કરી દીધું છે. ઉત્તરાખંડમાં ખરાબ હવામાનના કારણે વરસાદ અને બરફવર્ષા બાદ તીર્થયાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે ખોલી દેવામા આવ્યા હતા. જ્યારે બદરીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખોલી દેવામાં આવ્યા હતા. 22 એપ્રિલે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા.
હવામાન વિભાગે દેશમાં તમામ રાજ્યોમાંથી આવતા તીર્થ યાત્રીઓને અપીલ કરી છે કે ઉત્તરાખંડ મૌસમની અપડેટ લીધા બાદ યાત્રા શરુ કરો. રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને કેદારનાથમાં થઈ રહેલી ભારે બરફવર્ષાને જોતા મુસાફરોને સુરક્ષિત જગ્યા પર રોકાવાની અપીલ કરી છે. ઉત્તરાખંડ સરકારે ચાર ધામયાત્રાને લઈને 9 ભારતીય ભાષામાં એડવાઈઝરી જાહેર કરી છે.