ચારધામ યાત્રામાં યાત્રીકોના હૃદયરોગથી મોત થયા
ચારધામ યાત્રા કઠોર હોવાછતાં આ યાત્રાનો લોકોમાં એટલો તો ક્રેઝ હોય છે કે યાત્રા માટે શારીરિક લાયકાત ન હોવાથી આવા યાત્રાળુઓના મોતના બનવા વધવા લાગ્યા છે. કેદારનાથ અને યમુનોત્રીમાં યાત્રા દરમિયાન વધુ ત્રણ યાત્રીઓના હૃદયની ગતિ રોકાઈ જવાથી મૃત્યુ નિપજયા છે.ચાર ધામમાં આ વર્ષે 29 જેટલા યાત્રીઓએ યાત્રા દરમિયાન જીવ ગુમાવ્યા છે.જેમા કેદારનાથ પહોંચેલા બે શ્રધ્ધાળુઓના હદયની ગતિ રોકાઈ જવાથી મોત થયા છે.જયારે યમુનોત્રીમાં પણ એક શ્રધ્ધાળુનું મૃત્યુ થયું છે.આ મૃત્યુ પામનારાઓમાં બે ગુજરાતીઓ છે.જેમા ગુજરાતના વડોદરાના બૈરાવદન બોધિયાની (ઉ.65)નું મૃત્યુ કેદારનાથ બેઝ કેમ્પમાં થયું હતુ,જયારે યુપીના હમીરપુર (બુંદેલખંડ) નિવાસી કાલકાપ્રસાદનું લિનચોરી પાસે મૃત્યુ થયું હતું.આ બન્ને યાત્રીના મોતનું કારણ હૃદયરોગ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.આ સિવાય યમુનોત્રી ધામમાં ગુજરાતના બનાસકાંઠાથી આવેલા પ્રકાશચંદ્ર (ઉ.58)ની જાનકીપટ્ટી પરત ફરતી વેળા રામમંદિર પાસે તબિયત બગડી હતી તેમને હોસ્પીટલે દાખલ કરાયા હતા જયાં તેમનું મૃત્યુ થયું હતું.બીજીબાજુ કેદારનાથ પગપાળા માર્ગ પર ધસી આવતા પથ્થરની ઝપટમાં આવતા ઓરિસ્સાના ઝાટ સુગુડાના નિવાસી પંચાનન બારાઈ ઘાયલ થતા તેમને સારવાર માટે ઋષિકેશ સ્થિત ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા.