કેન્દ્ર સરકાર દરેક પરિવારના એક સભ્યને નોકરી આપી રહી છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, હાલ સોશિયલ મીડિયા પર સરકારી નોકરીઓને લઈને અનેક પ્રકારની માહિતી બહાર આવી રહી છે. આ દરમિયાન એક મેસેજે લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની વન ફેમિલી વન જોબ સ્કીમ હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ માહિતી સાથે સંબંધિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની *એક પરિવાર એક નોકરી યોજના* હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. જ્યારેPIBફેક્ટ ચેકની ટીમે આ દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. કેન્દ્ર સરકારે આવી કોઈ યોજના બનાવી નથી. પીઆઈબીએ આવા વીડિયો શેર ન કરવાની અપીલ કરી છે.

તે યુવાનોમાં ભ્રમ ફેલાવે છે. ટીમે આ ફેક મેસેજનો સ્ક્રીન શોટ ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે તેના પર નકલી હોવાની મહોર લગાવવામાં આવી છે. સંદેશમાં લખવામાં આવ્યું છે કે દરેક પરિવારના ૧૮ થી ૪૮ વર્ષના ઉમેદવારોને નોકરીની તક મળશે. આ માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાને એક પરિવાર એક નોકરી યોજના નામ આપવામાં આવ્યું છે.PIBએ કહ્યું છે કે આવા મેસેજથી સાવધાન રહો. પીઆઈબીએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે જો સોશિયલ મીડિયા પર આવો કોઈ શંકાસ્પદ મેસેજ આવે તો તેની તપાસ કરાવવા તેમનો સંપર્ક કરો.

ટ્વિટર પર@PIB Fact checkપર જવું પડશે. નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર ૯૧૮૭૯૯૭૧૧૨૫૯ પર મોકલી શકો છો. અથવા પછીpibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.