
સરકાર મોંઘવારી ભથ્થાને 38 ટકાથી વધારીને 42 ટકા કરે તેવી શક્યતાઓ જોવા મળી
કેન્દ્ર સરકાર તરફથી સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે તેવી શક્યતા છે.જેમાં કેન્દ્ર સરકાર 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે.સરકાર મોંઘવારી ભથ્થાને વર્તમાન 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે.કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈ બાદ મોંઘવારી ભથ્થામાં વધારાની પ્રથા ચાલુ છે.ત્યારે સરકાર વર્તમાન મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે.ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના ડી.એમાં 4 ટકાનો વધારો થશે.આમ કર્મચારીઓ અને પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે કરવામાં આવે છે.જે લેબર બ્યુરો એ શ્રમ મંત્રાલયનો એક ભાગ છે.