રાજસ્થાનમાં ઉજવણી શરૂ, ઢોલ સાથે નાચ્યા કાર્યકર્તાઓ
રાજસ્થાનમાં 104 સીટો પર ભાજપ હાલ આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 76 સીટો પર આગળ ચાલી રહી છે. જયપુર ખાતે ભાજપે ઉજવણીની શરૂઆત કરી લીધી છે. લોકોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. અત્યાર સુધીના પરિણામો પર નજર કરીએ તો રાજ્યમાં ભાજપ સરકાર બનવા જઇ રહી હોય તેવા સંકેત છે.