
કર્ણાટકમાં કેબિનેટનું માળખું તૈયાર કરવામા આવ્યુ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સરકારમા વધુ 24 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે.જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડી.કે શિવકુમાર અને પાર્ટીના કેન્દ્રીય નેતાઓ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠકમા નામો ફાઈનલ કરવામાં આવ્યા છે.આમ આજે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાહુલ ગાંધીને મળશે.આ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે સહિત 8 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.