
MPના કેબિનેટ મિનિસ્ટરે કહ્યુ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરે છે તે દેશદ્રોહી
છેલ્લા કેટલાક સમયથી મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકારના પં.ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે MPના કેબિનેટ મિનિસ્ટરે કહ્યુ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરે છે તે દેશદ્રોહી છે. તેમણે વધુમાં કહ્યુ કે જ્યારે જ્યારે રાષ્ટ્રદ્રોહીઓને મુશ્કેલીઓ હશે, ત્યારે સનાતન દ્રૃઢતાથી મજબુત થઈ ઉભુ રહેશે. આવા પ્રકારના ષડયંત્રો આજકાલના નથી આ વર્ષોથી ચાલ્યા આવે છે. જે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને ખોટી રીતે બદનામ કરવા પાછળ પડ્યા છે માત્ર ને માત્ર દેશદ્રોહીઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ યોગગુરુ રામદેવ બાબાએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કર્યુ હતું. આ ઉપરાંત, રામદેવ બાબાએ કહ્યું હતુ કે ‘કેટલાક પાખંડીઓ ધીરેન્દ્ર શાસ્ત્રી પર તૂટી પડ્યાં છે તો કેટલાક પૂછી રહ્યાં છે કે બાલાજીની કૃપા શું છે?