પોલીસ સ્ટેશનમાં ઘુસીને રાજ્યમંત્રીની હત્યા કરીને વિકાસ દુબેએ રાજકારણમાં એન્ટ્રી કરી હતી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં કાનપુર દેહાતના બિઠૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે રાતે એક વાગ્યે પોલીસ ટીમ પર ફાયરિંગ કરનારા હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર 60 ગુનાહિત કેસ છે. 19 વર્ષ પહેલા તેને 2001માં પોલીસ સ્ટેશનમાં ઘુસીને રાજ્યમંત્રી સંતોષ શુક્લાની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેને રાજકારણમાં એન્ટ્રી કરી હતી. નગર પંચાયતની ચૂંટણી પણ જીત્યો હતો. વિકાસ ઘણી વખત ઝડપાયો પણ છે. 2017માં લખનઉમાં STFએ કૃષ્ણાનગરથી તેને ઝડપ્યો હતો.

હિસ્ટ્રીશીટર વિકાસ કાનપુર દેહાતના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વિકરું ગામનો રહેવાસી છે. તેણે ઘણા યુવાનોની ફોજ તૈયાર કરી રાખી છે. આ સાથે જ તે કાનપુર નગરથી માંડી કાનપુર દેહાત સુધી લૂંટ, ચોરી, મર્ડર જેવા અપરાધને અંજામ આપતો રહ્યો છે. 2000માં વિકાસે શિવલી વિસ્તારના તારાચંદ ઈન્ટર કોલેજના સહાયક સંચાલક સિદ્ધેશ્વર પાંડેયની હત્યા કરી દીધી હતી, જેમા તેને ઉમરકેદની સજા પણ કરાઈ હતી.

વિકાસે તેના અપરાધના દમ પર પંચાયત અને એકમની ચૂંટણીમાં ઘણા નેતાઓ માટે કામ કર્યુ અને તેના સંબંધો રાજ્યની તમામ મુખ્ય પાર્ટીઓ સાથે બની ગયા હતા. 2003માં શિવલી પોલીસ સ્ટેશનની અંદર ઘુસીને ઈન્સપેક્ટર રૂમમાં બેસેલા રાજ્યમંત્રી અને ભાજપ નેતા સંતોષ શુક્લની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેનો એટલો ડર હતો કે કોઈ સાક્ષી પણ સામે આવ્યું નહીં. આ જ કારણે તે છૂટી ગયો હતો. તેના લગ્ન શાસ્ત્રી નગર સેન્ટ્રલ પાર્ક પાસે રહેતા રાજૂ ખુલ્લરની બહેન સાથે થયા હતા. બ્રાહ્મણ શિરોમણી પંડિત વિકાસ દુબેના નામથી ફેસબુક પેજ બનાવીને રાખ્યું હતું.

2002માં જ્યારે રાજ્યમાં બસપાની સરકાર હતી તો તેનો સિક્કો બિલ્હૌર, શિવરાજપુર, રિનયાં, ચૌબેપુર સાથે જ કાનપુર નગરમાં ચાલતો હતો. 2018માં વિકાસ દુબેએ તેના પિતરાઈ ભાઈ અનુરાગ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર અનુરાગની પત્નીએ વિકાસ સહિત ચાર લોકોને નામ આપ્યા હતા. 2000માં રામબાબૂ યાદવની હત્યાના કેસમાં પણ વિકાસ આરોપી છે. વિકાસે રાજનેતાઓના સંરક્ષણથી રાજકારણમાં એન્ટ્રી કરી અને જેલમાં રહેતી વખતે શિવરાજપુરથી નગર પંચાયતની ચૂંટણી જીતી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે, હાલ વિકાસ દુબે વિરુદ્ધ 60 કેસ UPના ઘણા જિલ્લામાં ચાલી રહ્યા છે. પોલીસે તેની ધરપકડ પર 25 હજારનું ઈનામ રાખ્યું હતું. હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસ તેને શોધી રહી હતી.

વિકાસ દુબે પોલીસથી બચવા માટે લખનઉ ખાતે આવેલા પોતાના કૃષ્ણાનગરના ઘરમાં સંતાયો હતો. આ કુખ્યાત હિસ્ટ્રીશીટરને પકડવા માટે લખનઉ STF કામે લાગી હતી. થોડા સમય પહેલા જ STFએ તેને કૃષ્ણાનગરથી ઝડપીને જેલમાં ધકેલ્યો હતો. હવે એક વાર ફરી જેલમાંથી નીકળ્યા પછી મોટી ઘટનાને અંજામ આપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.