૨૦૨૪ સુધી ભારતના રોડના માળખાગત ઢાંચો અમેરિકાની બરાબર થઈ જશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ૨૦૨૪ના અંત સુધીમાં ભારતના રોડના માળખાગત ઢાંચો અમેરિકાની બરાબર થઈ જશે. ફિક્કીના ૯૫માં વાર્ષિક સંમેલનમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, અમે દેશમાં વિશ્વ સ્તરીય રોડ ઢાંચો બનાવી રહ્યા છીએ અને આપને વચન આપીએ છીએ કે, વર્ષ ૨૦૨૪ ખતમ થાય તે પહેલા આપણા રસ્તા અમેરિકાના માપદંડની બરાબર આવી જશે. નીતિન ગડકરીએ કહ્યું કે, આપણે ત્યાં લોજિસ્ટિક્સનો ખર્ચો એક મોટી સમસ્યા છે,

હાલના સમયમાં તે ૧૬ ટકા છે, પણ હું આપને વચન આપું છું કે, વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં તે ઘટીને સિંગલ ડિજિટમાં ૯ ટકા સુધી લઈ આવીશ. દુનિયાના સંસાધનોના ૪૦ ટકા ઉપભોગ કરનારા નિર્માણ ઉદ્યોગ વિશે વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, અમે બીજા વિકલ્પ અપનાવીને નિર્માણ કાર્યમાં સ્ટીલનો ઉપયોગ ઘટાડવાની કોશિશ કરી રહ્યા છીએ. ગડકરીએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે, નિર્માણ ઉદ્યોગમાં ન ફક્ત પર્યાવરણ પ્રદૂષણમાં મોટુ યોગદાન આપે છે,

પણ દુનિયાના ૪૦ ટકાથી પણ વધારે સામાન અને સંશાધનોનો વપરાશ કરે છે. નીતિન ગડકરીએ કહ્યું કે, અમે સંસાધનનો ખર્ચો ઘટાડવા માટે અને નિર્માણની ગુણવત્તમાં સુધાર કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ, સિમેન્ટ અને સ્ટીલ નિર્માણ માટે મુખ્ય સામાન છે. એટલા માટે અમે વિકલ્પ અપનાવવાની કોશિશ કરીને નિર્માણ કાર્યમાં સ્ટીલનો ઉપયોગ ઘટાડવાની કોશિશ કરી રહ્યા છીએ.

નીતિન ગડકરીએ કહ્યું કે, આ વાત પર ભાર આપવામાં આવી રહ્યો છે કે, ભારત એક ઊર્જા નિર્યાતક તરીકે ખુદને સ્થાપિત કરવા માટે એક શાનદાર સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજન ઊર્જા એક બહુ મોટો સ્ત્રોત છે. ગડકરીએ કહ્યું કે, ગ્રીન હાઈડ્રોજન ભવિષ્યમાં ઉડ્ડયન, રેલવે, સડક પરિવહન, રસાયણ અને ખાતર ઉદ્યોગમાં ઊર્જાનો એક બહુ મોટો સ્ત્રોત બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.