
મોદી સરકાર દ્વારા બી.એસ.એન.એલને બૂસ્ટર ડોઝ અપાયો
કેન્દ્રીય કેબિનેટે ભારત સંચાર નિગમ લિમિટેડ માટે રૂ.89,000 કરોડના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે.જે પેકેજનો ઉપયોગ બી.એસ.એન.એલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે.જેમા કેન્દ્ર સરકાર માને છે કે ટેલિકોમમાં સરકારી પી.એસ.યુ તેના વ્યૂહાત્મક મહત્વને કારણે વિકાસ પામવુ જોઈએ.આમ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ બી.એસ.એન.એલ માટે આ પહેલું રિવાઇવલ પેકેજ નથી.ત્યારે ટેલિકોમ પી.એસ.યુને નફાકારક કંપનીમાં ફેરવવા માટે કેન્દ્રે જુલાઈ 2022માં બી.એસ.એન.એલને 4જી અને 5જી સેવાઓ પ્રદાન કરવા રિવાઇવલ પેકેજ આપ્યું હતું.જેમા એડવાન્સ સર્વિસ અને ગુણવત્તા બી.એસ.એન.એલની બેલેન્સ શીટની પુનઃપ્રાપ્તિ અને બી.એસ.એન.એલના ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કના વિસ્તરણ પર પેકેજ કેન્દ્રિત હતું.ત્યારે સરકારે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડને બી.એસ.એન.એલ સાથે મર્જ કર્યું હતું.ત્યારે આ મર્જરને કારણે બી.એસ.એન.એલને 5.67 લાખ કિમીનું વધારાનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક મળ્યું છે.આ સાથે કંપનીની કનેક્ટિવિટી વધીને 1.85 લાખ ગામો સુધી થઈ ગઈ છે.