બ્રિટનની ટેમ્સ નદીમાં વર્તમાનમાં જળસ્તર ઘટયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતમાં એકતરફ ચોમાસુ ભરપૂર બની રહ્યું છે.ત્યારે વિશ્વના સૌથી રમણીય પ્રદેશોમાં સ્થાન ધરાવતા યુરોપના અનેક દેશોમાં ગરમી તથા દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા છે.ત્યારે યુરોપીયન ડ્રોટ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર યુરોપના 45 ટકા વિસ્તારોમાં વર્તમાનમાં દુષ્કાળ જેવી હાલત છે અને 15 ટકા ક્ષેત્રોમાં અત્યંત ખરાબ સ્થિતિ પહોંચી ગઇ છે.જેના કારણે વરસાદ નહીં હોવાને કારણે કૃષિ ભુમિ સુકાઈ ગઇ છે તેવું નથી પણ પીવાના પાણીની પણ અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઇ છે.જેના અંતર્ગત ર્ફ્રાંસમાં 100થી વધુ શહેરોમાં પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે.આ દેશના 63 જેટલા ક્ષેત્રો ગંભીર દુષ્કાળની હાલતમાં પ્રવેશી ગયા છે,જેનાથી ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.બીજીતરફ સ્પેનમાં પાણીની તંગી છે.દેશમાં કુલ જળજથ્થાનું 40 ટકા પાણી બચ્યુ છે.દેશની સરકારે ખેડૂતોને પાણીના ઉપયોગમાં અત્યંત મર્યાદા રાખવા જણાવ્યું છે.પાણીના સંકટના કારણે શાકભાજીના ઉત્પાદન પર અસર થતા યુરોપમાં પણ અનેક દેશોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.બીજીતરફ ઇટલીમાં 70 વર્ષમાં પ્રથમવાર સૌથી ભયંકર દુષ્કાળ પડ્યો છે.સરકારે લોકોને મદદ માટે 1700 કરોડ યુરોની રકમ ફાળવી છે.બીજીતરફ બ્રિટનમા ટેમ્સ નદીમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.