બ્રિટનમાં 4 દિવસના અઠવાડિયાનો પ્રયોગ સફળ રહ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વીકમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાનો કોન્સેપ્ટ બ્રિટનમાં સારો સાબીત થઈ રહ્યો છે.ત્યારે બ્રિટનની 70 જેટલી કંપનીઓએ તેની ટ્રાયલ કરી હતી,જેના પરિણામ સારા રહ્યા હતા.ત્યારે આ બાબતે થયેલા સર્વેમાં 78 ટકાથી વધુ કંપનીના પ્રમુખોએ જણાવ્યું હતું કે સપ્તાહમાં ચાર દિવસ કામને લાગુ કરવું સરળ રહ્યુ છે.જેમાં ઓફિસ,ફેકટરી કે કંપનીમાં 4 દિવસ કામ અને 3 દિવસ રજાનો કોન્સેપ્ટ છે,પરંતુ ચાર દિવસમાં 32 કલાક એટલે કે રોજ 8 કલાક કામ કરવું પડે.આ કોન્સેપ્ટથી સેલેરીમાં કોઈ ઘટાડો થતો નથી.આમ વર્તમાનમાં વિશ્વના બ્રિટન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા,આયર્લેન્ડ અને કેનેડામાં 180 કંપનીઓ વચ્ચે ‘ફોર વર્કીંગ ડેઝ’નો પાયલોટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.